You are now leaving GSK’s website and are going to a website that is not operated/controlled by GSK. Though we feel it could be useful to you,we are not responsible for the content/service or availability of linked sites. You are therefore mindful of these risks and have decided to go ahead.

Agree Agree Agree Stay
ભાષા બદલો
Shingles
ભાષા બદલો

ઈન્ફલ્યુએન્ઝા (શરદીયુક્ત ચેપી તાવ) એક વાયરલ રોગ છે જે ચેપી છે. ઈન્ફલ્યુએન્ઝા રસીકરણ (વેક્સિનેશન) લેવી એ ઈન્ફલ્યુએન્ઝા ચેપના તમામ પેટા પ્રકારો સામે સુરક્ષિત રહેવાની શ્રેષ્ઠ રીતોમાંની એક છે.

રસીકરણનું (વેક્સિનેશન) શેડ્યૂલ IAP માંથી લેવામાં આવ્યું છે* રસીકરણ (વેક્સિનેશન) અને રોગ-પ્રતિરક્ષણ માટેની સલાહકાર સમિતિ * ઇન્ડિયન એકેડેમી ઓફ પિડીયાટ્રીક્સ
જો તમે રસી (વેક્સીન) લેતા ચૂકી જાઓ તો તમારે શું કરવું જોઈએ?
કેચ-અપ રસીકરણ (વેક્સિનેશન)

જો તમે નિર્ધારિત સમય દરમિયાન આ રસીનો ડોઝ લેવાનો ચૂકી જાવ છો, તો તમે કેચ-અપ રસી લેવા માટે તમારા ડૉક્ટરની સલાહ લઈ શકો છો.

શું તમને ખબર છે?
  • ઈન્ફલ્યુએન્ઝા શરદીથી અલગ છે કારણ કે તેના લક્ષણો સામાન્ય રીતે અચાનક દેખાય છે અને વધુ ગંભીર હોય છે.
  • • રસીકરણથી રોગપ્રતિકારક શક્તિ સમય જતાં ઘટતી જાય છે, તેથી ઈન્ફલ્યુએન્ઝા સામે રક્ષણ માટે દર વર્ષે રસી લેવી જરૂરી છે.
વિલંબ ન કરો!

ઈન્ફલ્યુએન્ઝા રસીકરણ વિશે તમારા ડૉક્ટર સાથે વાત કરો.

ઈન્ફલ્યુએન્ઝા શું છે?

ઈન્ફલ્યુએન્ઝા, જેને સામાન્ય રીતે ફ્લૂ કહે છે, તે એક ચેપી, વાયરલ શ્વસન બિમારી છે જેના કારણે સામાન્ય રીતે નાક, ગળા અથવા ફેફસાને ચેપ લાગે છે. તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સરળતાથી પસાર થઈ શકે છે.

ઈન્ફલ્યુએન્ઝા કેવી રીતે ફેલાય છે?

ઈન્ફલ્યુએન્ઝાના ફેલાવાની પ્રાથમિક રીત ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ફેલાયેલા ટીપાં દ્વારા છે. નિષ્ણાતો સૂચવે છે કે આ ચેપ ઓછામાં ઓછા છ ફૂટના અંતરે થઈ શકે છે. તે સિવાય, જ્યારે કોઈ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ ધરાવતી સપાટીને સ્પર્શે ત્યારે પણ ચેપ લાગી શકે છે. તે પછી તમારા હાથ, તમારા મોં કે નાકમાંથી અને ક્યારેક આંખો દ્વારા પણ ટ્રાન્સફર થઈ શકે છે.

વ્યક્તિ પોતે લક્ષણો અનુભવવાનું શરૂ કરે તે પહેલાં, અન્ય લોકોને ચેપ લગાડી, ચેપ પ્રસારિત કરનાર બની શકે છે.

ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો અને તેના કારણે થતી સમસ્યાઓ શું છે?

ઈન્ફલ્યુએન્ઝા એક રોગ છે જે શ્વસનતંત્રને અસર કરે છે. લક્ષણો હળવાથી ગંભીર હોઈ શકે છે અને મૃત્યુ તરફ દોરી શકે છે. ઈન્ફલ્યુએન્ઝાના કેટલાક સામાન્ય લક્ષણો નીચે પ્રમાણે છે:

• ઉધરસ

• વહેતું અથવા ભરેલું નાક

• ગળામાં બળતરા

• તાવ

• ઠંડી લાગવી

• થાક લાગવો

• માથાનો દુખાવો

• સ્નાયુ અથવા શરીરમાં દુખાવો

આ લક્ષણો થોડા દિવસોથી લઈને બે અઠવાડિયા સુધી રહી શકે છે.

વધુ ગંભીર કિસ્સાઓમાં, ચેપગ્રસ્ત વ્યક્તિ નિમોનિયા જેવી સમસ્યાઓ અનુભવી શકે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. ઈન્ફલ્યુએન્ઝા ચેપ એન્સેફાલીટીસ, મ્યોકાર્ડિટિસ, મલ્ટી-ઓર્ગન ફેલ્યર અને વધુ જેવી સમસ્યાઓ ઉભી કરવા માટે પણ જાણીતું છે.

એ યાદ રાખવું જરૂરી છે કે ફલૂ એ શરદી જેવું નથી. ઉપરાંત, જ્યારે તાવ એ એક સામાન્ય લક્ષણ છે ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી સંક્રમિત દરેક વ્યક્તિ તાવ અનુભવતું નથી.

બાળકોને ઈન્ફલ્યુએન્ઝા માટેની રસી ક્યારે લેવી જોઈએ?

બાળકો માટે, ઈન્ફલ્યુએન્ઝા માટેની રસી નીચે પ્રમાણે ઉપલબ્ધ છે:

1 વર્ષથી નીચે:

ઈન્ફલ્યુએન્ઝા રસી 6 મહિના પછી શરૂ થવી જોઈએ, 4 અઠવાડિયાના અંતરે 2 ડોઝ લેવા જોઈએ.

1 વર્ષ પછી: એન્યુઅલ ઈન્ફલ્યુએન્ઝા રસીકરણ બધા માટે 5 વર્ષની ઉંમર સુધી ચાલુ રાખવી જોઈએ.

5 વર્ષથી નીચેના અને તેથી વધુ ઉંમરના બાળકો માટે ઈન્ફલ્યુએન્ઝા રસીકરણ વિશે વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

ઈન્ફલ્યુએન્ઝા રસીકરણની સામાન્ય આડઅસરો

ઈન્ફલ્યુએન્ઝા રસીકરણ સાથે સામાન્ય રીતે સંકળાયેલી આડઅસરો દરેકને અસર કરી શકતી નથી પરંતુ અહીં અમુક સામાન્ય રીતે જોવા મળતી આડઅસરો દર્શાવેલી છે.

• માથાનો દુખાવો

• તાવ

• ઉબકા

• સ્નાયુમાં દુખાવો

• ચક્કર આવવા અથવા બેહોશ થઈ જવું

તે સિવાય, ઈન્ફલ્યુએન્ઝાની રસી લેવાથી રાશિની જગ્યાએ સોજો અથવા દુખાવો પણ થઈ શકે છે. જો કે, જો તમે નીચેનામાંથી કોઈપણ લક્ષણોનો અનુભવ કરો છો, તો તે એલર્જીક રિએક્શનના સંકેતો હોઈ શકે છે. રસી ની

ફોલ્લીઓ

નબળાઈ

શ્વાસ લેવામાં તકલીફ

ધબકારા વધી જવા

શ્વાસ લેતી વખતે ઘરઘર અવાજ આવવો

આડઅસરો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.

વારંવાર પુછાતા પ્રશ્નો

હું ઈન્ફલ્યુએન્ઝાથી સંક્રમિત થવાથી કેવી રીતે બચી શકું છું?-

ઈન્ફલ્યુએન્ઝા સામે રસી મેળવવી એ તેને રોકવા માટે ખુબ જાણીતી રીત છે, અહીં અમુક પગલાંઓ દર્શાવેલ છે જે તેની સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે:

ઈન્ફલ્યુએન્ઝાના દર્દીઓ સાથે સીધો સંપર્ક ટાળો. ઓછામાં ઓછું છ ફૂટનું અંતર જાળવો.

જ્યારે છીંક આવે કે ઉધરસ આવે ત્યારે તમારા મોંને ટીશ્યુ અથવા રૂમાલથી ઢાંકો.

તમારા હાથને વારંવાર સાબુ અને પાણીથી ધોવા.

તમારા ચહેરા અને કાનને સ્પર્શ કરવાનું ટાળો.

જો તમે ઈન્ફલ્યુએન્ઝા ચેપનો અનુભવ કરી રહ્યાં હોવ, તો નીચેની બાબતોનો પાલન કરો:

લોકો સાથે સંપર્ક ટાળો તમારી આસપાસની જગ્યાઓ અને તમે જેના સંપર્કમાં આવ્યા હોવ તેવી કોઈપણ સપાટીને સાફ અને જંતુમુક્ત કરો.

તાવ ઉતર્યા પછી ઓછામાં ઓછા 24 કલાક સુધી ઘરે જ રહો.

ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા લોકોને જાગરૂક કરવા માટેની પહેલ. ડૉ. એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ 400 030, ભારત.

અહીં દર્શાવેલી માહિતી માત્ર સામાન્ય જાગૃતિ માટે છે. આ માહિતીમાં ડોકટોર દ્વારા આપવામાં આવેલ સલાહનો સમાવેશ થતો નથી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રશ્નો, તમારી સ્થિતિને લગતા કોઈપણ પ્રશ્ન અથવા સમસ્યાઓ માટે કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. રસીકરણ માટે દર્શાવેલ રોગોની સૂચિ પૂર્ણ નથી, રસીકરણના સંપૂર્ણ સમયપત્રક માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરનો સંપર્ક કરો. આ માહિતીમાં દર્શાવેલ ડૉક્ટરનો ઉપયોગ માત્ર ઉદાહરણ આપવા માટે કરવામાં આવેલ છે અને તે એક વ્યાવસાયિક મોડેલ છે. રોગ દર્શાવતા આઇકન/ફોટા અને એનિમેશન માત્ર ઉદાહરણ આપવા માટે છે.

તમારા બાળકોના સંરક્ષણમાં સંભવિત ગપસપને સ્થાન આપો

તમારા બાળકમાં રસીકરણ ખૂટે છે કે કેમ તે જોવા માટે વ્યક્તિગત સમયરેખા બનાવો*

હવે ઉપયોગ કરવાનું શરૂ કરો

ડિસ્ક્લેમર:
આ વેબસાઈટ ફક્ત ભારતના રહેવાસીઓ માટે જ છે.
IAP (ઇન્ડિયન એકેડેમી ઑફ પેડિયાટ્રિક્સ) દ્વારા તેમની દિનચર્યા અને કેચ-અપ રસીકરણ દ્વારા રોકી શકાય તેવા રોગોની સૂચિમાં દર્શાવવામાં આવેલા રોગોની સૂચિ અહીં દર્શાવેલ છે. સૂચિમાં દર્શાવેલા ન હોઈ તેવા રોગો પણ બાળકને અસર કરી શકે છે. વધુ માહિતી માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરની સલાહ લો.
ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા લોકોને જાગરૂક કરવા માટેની પહેલ. ડૉ. એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ 400 030, ભારત. અહીં દર્શાવેલી માહિતી માત્ર સામાન્ય જાગૃતિ માટે છે. આ માહિતીમાં ડોકટોર દ્વારા આપવામાં આવેલ સલાહનો સમાવેશ થતો નથી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રશ્નો, તમારી સ્થિતિને લગતા કોઈપણ પ્રશ્ન અથવા સમસ્યાઓ માટે કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. રસીકરણ માટે દર્શાવેલ રોગોની સૂચિ પૂર્ણ નથી, રસીકરણના સંપૂર્ણ સમયપત્રક માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરનો (પીડિયાટ્રિશિયન) સંપર્ક કરો. આ માહિતીમાં દર્શાવેલ ડૉક્ટરનો ઉપયોગ માત્ર ઉદાહરણ આપવા માટે કરવામાં આવેલ છે અને તે એક વ્યાવસાયિક મોડેલ છે. રોગ દર્શાવતા આઇકન/ફોટા અને એનિમેશન માત્ર ઉદાહરણ આપવા માટે છે.
CL કોડ: NP-IN-ABX-WCNT-210003, DoP ડિસેમ્બર 2021

શેર ચાલુ કરો
Share
Vaccination Tracker