You are now leaving GSK’s website and are going to a website that is not operated/controlled by GSK. Though we feel it could be useful to you,we are not responsible for the content/service or availability of linked sites. You are therefore mindful of these risks and have decided to go ahead.

Agree Agree Agree Stay
ભાષા બદલો
Shingles
ભાષા બદલો

પર્ટસિસને ભારે ઉધરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ચેપી શ્વસન ચેપ છે અને તેને રસીકરણ દ્વારા અટકાવી શકાય છે.

રસીકરણનું (વેક્સિનેશન) શેડ્યૂલ IAP માંથી લેવામાં આવ્યું છે* રસીકરણ (વેક્સિનેશન) અને રોગ-પ્રતિરક્ષણ માટેની સલાહકાર સમિતિ * ઇન્ડિયન એકેડેમી ઓફ પિડીયાટ્રીક્સ
જો તમે રસી (વેક્સીન) લેતા ચૂકી જાઓ તો તમારે શું કરવું જોઈએ?
કેચ-અપ રસીકરણ (વેક્સિનેશન)

જો તમે નિર્ધારિત સમય દરમિયાન આ રસીનો ડોઝ લેવાનો ચૂકી જાવ છો, તો તમે કેચ-અપ રસી લેવા માટે તમારા ડૉક્ટરની સલાહ લઈ શકો છો.

શું તમને ખબર છે?
  • પર્ટસિસ શિશુઓમાં સૌથી ખતરનાક છે અને ઉંમરના લોકોમાં, આ રોગ અને મૃત્યુનું વિશિષ્ટ કારણ છે.
  • 1 વર્ષથી નાની ઉંમરના લગભગ અડધા શિશુઓને પર્ટસિસ થાય છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે
વિલંબ ન કરો!

પર્ટસિસ રસીકરણ વિશે તમારા ડૉક્ટર સાથે વાત કરો

પર્ટસિસ શું છે?

પર્ટસિસ એ શ્વસન ચેપ છે જે બેક્ટેરિયા બોર્ડરટેલા પર્ટસિસને કારણે થાય છે. આ રોગ અત્યંત ચેપી છે. બેક્ટેરિયા સિલિયા સાથે જોડાય છે, જે આપણા ઉપલા શ્વસન માર્ગમાં વાળ જેવા નાના વિસ્તરણ છે. અહીં, તે ઝેર છોડે છે જે સિલિયાને નુકસાન પહોંચાડે છે. બોર્ડિટેલા

ચેપગ્રસ્ત વ્યક્તિને કાબૂ ન થઇ શકે તેવી ઉગ્ર ઉધરસ આવે છે જેના કારણે તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. નવજાત શિશુમાં આ રોગ જીવલેણ સાબિત થઈ શકે છે.

પર્ટસિસ કેવી રીતે ફેલાય થાય છે?

પર્ટસિસ ચેપી છે અને ચેપગ્રસ્ત વ્યક્તિમાંથી અન્ય લોકોમાં શ્વસનના ટીપાં દ્વારા અથવા તેમની સાથે એક જ જગ્યા પર રહેવાથી સંક્રમિત થઈ શકાય છે. તે સામાન્ય રીતે ઉધરસ, છીંક અથવા નજીકના સંપર્ક દ્વારા ફેલાય છે. ઉધરસ શરૂ થયાના 2 અઠવાડિયા સુધી ચેપગ્રસ્ત વ્યક્તિઓ સંક્રમિત હોય છે.

શિશુઓ, તેમના સંપર્કમાં આવતા ચેપગ્રસ્ત વ્યક્તિઓ, જેમ કે આયા, માતા-પિતા અને ભાઈ-બહેનોથી સંક્રમિત થાય છે. આ વ્યક્તિઓમાં કદાચ લક્ષણો દેખાતા હોતા નથી.

પર્ટસિસના લક્ષણો અને તેના કારણે થતી સમસ્યાઓ

પર્ટસિસના લક્ષણોને શરીરમાં આવ્યા પછી વિકસિત થવામાં 5 થી 10 દિવસ લાગી શકે છે. કેટલાક કિસ્સાઓમાં, લક્ષણો ત્રણ અઠવાડિયા સુધી દેખાતા નથી.

પર્ટસિસના પ્રારંભિક લક્ષણોમાં સામાન્ય શરદી સામેલ છે. આ 1 થી 2 અઠવાડિયા સુધી રહે છે. CDC અનુસાર, અમુક સામાન્ય લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

વહેતું નાક

થોડું-ઘણું તાવ

કોક-કોકવાર આવતી હળવી ઉધરસ

એપનિયા - ઊંઘમાં હોય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ (સામાન્ય રીતે બાળકોમાં)

આગલા તબક્કામાં, લક્ષણો વિકસી શકે છે:

ઝડપી ઉધરસ આવવી (પેરોક્સિઝમ) અને શ્વાસ અંદર ખેંચાવો

ઉલટી

ખુબ ઉધરસ આવવાના કારણે થાક લાગવો

લગભગ 10 અઠવાડિયા સુધી ઉધરસ આવવાની ચાલુ રહે છે. ઓછી અને વારંવાર ઉધરસ ન આવવી, સાજા થવાના સંકેતો પૈકીનો એક છે. પરંતુ ધીમે ધીમે સાજા થઇ શકાય છે.

શિશુઓ અને બાળકોમાં નિમોનિયા સામાન્ય છે પરંતુ હુમલા અને મગજના રોગ ભાગ્યે જ થાય છે.

બાળકને પર્ટસિસ માટેની રસી ક્યારે લેવી જોઈએ?

ઈન્ડિયન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ (IAP) અને રસીકરણ (વેક્સિનેશન) અને રોગ-પ્રતિરક્ષણ માટેના પગલાંઓ માટે સલાહકાર સમિતિ (ACVIP) અનુસાર નીચેની ઉંમરે ત્રણ ડોઝમાં આપવામાં આવે છે:

6 અઠવાડિયા

10 અઠવાડિયા

14 અઠવાડિયા

વધુમાં, ટેટનસ રસીકરણ માટે બૂસ્ટર ડોઝ 16-18 મહિના અને 4-6 વર્ષની ઉંમરે આપવાના હોઈ છે.

Tdap (રેડુંસ્ડ એન્ટિજેન કમ્બાઇન્ડ ટેટનસ, ડિપ્થેરિયા અને એસેલ્યુલર પેર્ટ્યુસિસ) 10-12 વર્ષની ઉંમરે આપવામાં આવે છે. રીડ્યુસડ

પુખ્ત વયના લોકો માટે પણ બુસ્ટર ડોઝ (Tdap) જરૂરી છે.

વધુ માહિતી માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરની સલાહ લો.

જો કે, વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

ટેટનસ રસીકરણ સાથે સંકળાયેલી સામાન્ય આડઅસરો શું છે?

પર્ટસિસ રસીકરણ હળવા લક્ષણોનું કારણ બની શકે છે જેમ કે ઈન્જેક્શનની જગ્યાએ દુખાવો, લાલાશ અથવા સોજો.

ગંભીર લક્ષણોના કિસ્સામાં, તરત જ તમારા બાળકના ડોક્ટરની સલાહ લો.

આડઅસરો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.

વારંવાર પુછાતા પ્રશ્નો

શું મારે સગર્ભાવસ્થા દરમિયાન પર્ટસિસ રસી લેવી જોઈએ?-

બાળકોને તેમના જન્મ પછીના પ્રથમ થોડા અઠવાડિયામાં પર્ટસિસનો ચેપ લાગી શકે છે. સગર્ભા સ્ત્રીઓ પર્ટસિસ માટેની રસી લઇ શકે છે, જેના દ્વારા તેઓ જન્મ પહેલાં તેમના બાળકને એન્ટિબોડીઝ આપી શકે છે.

ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા લોકોને જાગરૂક કરવા માટેની પહેલ. ડૉ. એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ 400 030, ભારત.

અહીં દર્શાવેલી માહિતી માત્ર સામાન્ય જાગૃતિ માટે છે. આ માહિતીમાં ડોકટોર દ્વારા આપવામાં આવેલ સલાહનો સમાવેશ થતો નથી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રશ્નો, તમારી સ્થિતિને લગતા કોઈપણ પ્રશ્ન અથવા સમસ્યાઓ માટે કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. રસીકરણ માટે દર્શાવેલ રોગોની સૂચિ પૂર્ણ નથી, રસીકરણના સંપૂર્ણ સમયપત્રક માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરનો સંપર્ક કરો. આ માહિતીમાં દર્શાવેલ ડૉક્ટરનો ઉપયોગ માત્ર ઉદાહરણ આપવા માટે કરવામાં આવેલ છે અને તે એક વ્યાવસાયિક મોડેલ છે. રોગ દર્શાવતા આઇકન/ફોટા અને એનિમેશન માત્ર ઉદાહરણ આપવા માટે છે.

તમારા બાળકોના સંરક્ષણમાં સંભવિત ગપસપને સ્થાન આપો

તમારા બાળકમાં રસીકરણ ખૂટે છે કે કેમ તે જોવા માટે વ્યક્તિગત સમયરેખા બનાવો*

હવે ઉપયોગ કરવાનું શરૂ કરો

ડિસ્ક્લેમર:
આ વેબસાઈટ ફક્ત ભારતના રહેવાસીઓ માટે જ છે.
IAP (ઇન્ડિયન એકેડેમી ઑફ પેડિયાટ્રિક્સ) દ્વારા તેમની દિનચર્યા અને કેચ-અપ રસીકરણ દ્વારા રોકી શકાય તેવા રોગોની સૂચિમાં દર્શાવવામાં આવેલા રોગોની સૂચિ અહીં દર્શાવેલ છે. સૂચિમાં દર્શાવેલા ન હોઈ તેવા રોગો પણ બાળકને અસર કરી શકે છે. વધુ માહિતી માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરની સલાહ લો.
ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા લોકોને જાગરૂક કરવા માટેની પહેલ. ડૉ. એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ 400 030, ભારત. અહીં દર્શાવેલી માહિતી માત્ર સામાન્ય જાગૃતિ માટે છે. આ માહિતીમાં ડોકટોર દ્વારા આપવામાં આવેલ સલાહનો સમાવેશ થતો નથી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રશ્નો, તમારી સ્થિતિને લગતા કોઈપણ પ્રશ્ન અથવા સમસ્યાઓ માટે કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. રસીકરણ માટે દર્શાવેલ રોગોની સૂચિ પૂર્ણ નથી, રસીકરણના સંપૂર્ણ સમયપત્રક માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરનો (પીડિયાટ્રિશિયન) સંપર્ક કરો. આ માહિતીમાં દર્શાવેલ ડૉક્ટરનો ઉપયોગ માત્ર ઉદાહરણ આપવા માટે કરવામાં આવેલ છે અને તે એક વ્યાવસાયિક મોડેલ છે. રોગ દર્શાવતા આઇકન/ફોટા અને એનિમેશન માત્ર ઉદાહરણ આપવા માટે છે.
CL કોડ: NP-IN-ABX-WCNT-210003, DoP ડિસેમ્બર 2021

શેર ચાલુ કરો
Share
Vaccination Tracker