You are now leaving GSK’s website and are going to a website that is not operated/controlled by GSK. Though we feel it could be useful to you,we are not responsible for the content/service or availability of linked sites. You are therefore mindful of these risks and have decided to go ahead.

Agree Agree Agree Stay
ભાષા બદલો
Shingles
ભાષા બદલો

ટેટનસ, જેને લોકજૉ પણ કહે છે, તે ક્લોસ્ટિરીડિયમ ટેટાની દ્વારા થતો બેક્ટેરિયલ ચેપ છે. ટેટનસના સંક્રમને ટેટનસ રસીકરણથી અટકાવી શકાય છે.

રસીકરણનું (વેક્સિનેશન) શેડ્યૂલ IAP માંથી લેવામાં આવ્યું છે* રસીકરણ (વેક્સિનેશન) અને રોગ-પ્રતિરક્ષણ માટેની સલાહકાર સમિતિ * ઇન્ડિયન એકેડેમી ઓફ પિડીયાટ્રીક્સ
જો તમે રસી (વેક્સીન) લેતા ચૂકી જાઓ તો તમારે શું કરવું જોઈએ?
કેચ-અપ રસીકરણ (વેક્સિનેશન)

જો તમે નિર્ધારિત સમય દરમિયાન આ રસીનો ડોઝ લેવાનો ચૂકી જાવ છો, તો તમે કેચ-અપ રસી લેવા માટે તમારા ડૉક્ટરની સલાહ લઈ શકો છો.

શું તમને ખબર છે?
  • ટેટનસ પેદા કરતા બેક્ટેરિયા જમીન સહિત પર્યાવરણમાં હાજર હોય છે અને તે કાપા, ઇજા અને ખુલ્લા ઘા દ્વારા તમારા શરીરમાં પ્રવેશી શકે છે.
  • તમે ડેન્ટલ ઇન્ફેક્શન, સર્જિકલ પ્રક્રિયાઓ, કમ્પાઉન્ડ ફ્રેક્ચર અને ઇન્ટ્રાવેનસ ડ્રગના ઉપયોગ દ્વારા ટેટનસથી સંક્રમિત થઇ શકો છો.
વિલંબ ન કરો!

ટેટનસ રસીકરણ વિશે તમારા ડૉક્ટર સાથે વાત કરો.

ટેટનસ શું છે?

ક્લોસ્ટ્રિડિયમ ટેટની, એ બેક્ટેરિયા જે ટેટનસનું કારણ બને છે, તે સામાન્ય રીતે માટી, લાળ, ધૂળ અને ખાતરમાં જોવા મળે છે. એકવાર સંક્રમિત થયા પછી, વ્યક્તિ સ્નાયુઓમાં પીડાદાયક સંકોચન અનુભવી શકે છે, ખાસ કરીને જડબા અને ડોકની આજુબાજુ. તેને લોકજૉ પણ કહેવામાં આવે છે કારણ કે દર્દીને શ્વાસ લેવામાં, ગળવામાં અને મોં અને ડોકને ચલાવવામાં મુશ્કેલી પડી શકે છે.

ટેટનસ કેવી રીતે ફેલાય થાય છે?

ટેટનસ બેક્ટેરિયાના સ્પોર, સામાન્ય રીતે આપણી આજુબાજુના વાતાવરણમાં હાજર હોય છે. જો બેક્ટેરિયા શરીરમાં પ્રવેશે છે, તો સામાન્ય રીતે દૂષિત વસ્તુઓને કારણે થતી ઇજાઓ દ્વારા વ્યક્તિને પ્રાથમિક રીતે ચેપ લાગવાનું જોખમ રહે છે. CDC મુજબ, ક્લોસ્ટ્રિડિયમ ટેટાની, નીચેના દ્વારા ચેપનું કારણ બની શકે છે:

  • ગંદકી, મળ અથવા લાળથી સંક્રમિત ઘા
  • નખ અથવા સોયથી થયેલ ઊંડા ઘા
  • દાજી જવું
  • શરીરના કોઈ અંગ પર બળ અથવા દબાણ કરવાથી થતી ઈજાઓ
  • મૃત પેશીના કારણે ઇજાઓ

CDC અનુસાર, ટેટનસ બેક્ટેરિયા દ્વારા તમે સંક્રમિત થઇ શકો તેવી અન્ય કેટલીક રીતોમાં શામેલ છે:

  • ચામડી પર દેખાતા ઘા
  • સર્જિકલ પ્રક્રિયાઓ
  • જીવજંતુ કરડવાથી
  • ડેન્ટલ ઇન્ફેક્શન
  • કમ્પાઉન્ડ ફ્રેક્ચર (ખુલ્લા હાડકા)
  • લાંબા સમયથી થયેલ ઘા અને ચેપ
  • ઇન્ટરવેનસ (IV) ડ્રગનો ઉપયોગ
  • ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન

જ્યારે ઇન્ક્યુબેશનની અવધિ (બીમારીના સંપર્કમાં આવવાનો સમય) 3 થી 21 દિવસની હોય છે, ત્યારે મોટા ભાગના કેસ 10 થી 14 દિવસની વચ્ચે જોવા મળે છે. ટૂંકી ઇન્ક્યુબેશનની અવધિ નીચેના કિસ્સાઓમાં જોવા મળે છે:

  • ખુબ વધારે દૂષિત ઘા
  • વધુ ગંભીર રોગ

ટેટનસ વ્યક્તિથી વ્યક્તિમાં સંક્રમિત થઈ શકતું નથી.

ટેટનસના લક્ષણો અને તેના કારણે થતી સમસ્યાઓ

ટેટનસ ચેપ સામાન્ય રીતે એવા વ્યક્તિઓમાં જોવા મળે છે જેમને તેના માટે ક્યારેય રસી લીધી નથી. WHO અનુસાર, અમુક સામાન્ય લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • જડબા ખેંચાવવા અથવા મોં ખોલવામાં મુશ્કેલી
  • ગાળવામાં અને શ્વાસ લેવામાં તકલીફ
  • સ્નાયુઓ ખેંચાવવા, સામાન્ય રીતે પીઠ, પેટ અને હાથપગના
  • હુમલા આવવો
  • માથાનો દુખાવો
  • તાવ અને પરસેવો
  • બ્લડ પ્રેશર અથવા હૃદયના ધબકારામાં ફેરફાર

બેક્ટેરિયા નવજાત શિશુને પણ અસર કરી શકે છે. નવજાત શિશુઓને થતા લક્ષણોના સામાન્ય ચિહ્નોમાં સ્નાયુઓ ખેંચાવવા અને સ્તનપાન અથવા ચૂસવામાં મુશ્કેલીઓનો સમાવેશ થાય છે, ઘણી વખત તેમને રડવું પણ આવે છે.

બાળકોને ટેટનસ માટેની રસી ક્યારે લેવી જોઈએ?

ટેટનસ રસીકરણ ટેટનસ સામે રક્ષણ આપી શકે છે. ઈન્ડિયન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ (IAP) અને રસીકરણ (વેક્સિનેશન) અને રોગ-પ્રતિરક્ષણ માટેના પગલાંઓ માટે સલાહકાર સમિતિ (ACVIP) અનુસાર રસી ત્રણ ડોઝમાં આપવામાં આવે છે, દરેક ડોઝ નીચેની ઉંમરે આપવામાં આવે છે:

  • 6 અઠવાડિયાની ઉંમરે
  • 10 અઠવાડિયાની ઉંમરે
  • 14 અઠવાડિયાની ઉંમરે

વધુમાં, ટેટનસ રસીકરણ માટે બૂસ્ટર ડોઝ 16-18 મહિના અને 4-6 વર્ષની ઉંમરે આપવાના હોઈ છે.

Tdap (રેડુંસ્ડ એન્ટિજેન કમ્બાઇન્ડ ટેટનસ, ડિપ્થેરિયા અને એસેલ્યુલર પેર્ટ્યુસિસ) 10-12 વર્ષની ઉંમરે આપવામાં આવે છે. રીડ્યુસડ

પુખ્ત વયના લોકો માટે પણ બુસ્ટર ડોઝ (Tdap) જરૂરી છે.

વધુ માહિતી માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરની સલાહ લો.

જો કે, વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

ડિપ્થેરિયા રસીકરણ સાથે સંકળાયેલી સામાન્ય આડઅસરો શું છે?

ડિપ્થેરિયા રસીકરણની અમુક આડઅસરોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

ઈન્જેક્શનના સ્થળે સોજો અથવા દુખાવો

તાવ

ભૂખ ન લાગવી

ઉલટી

લગભગ 3 કલાક સુધી બૈચેની અને રડવું

અમુકવાર દેખાતી પરંતુ ગંભીર આડઅસરોમાં હુમલા, મગજને નુકસાન, બદલાયેલ માનસિક સ્થિતિ અને કોમાનો સમાવેશ થાય છે.

જો તમને આવા કોઈ લક્ષણો દેખાય, તો તરત જ તમારા બાળકના ડોક્ટરની (પીડિયાટ્રિશિયન) સલાહ લો.

આડઅસરો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.

વારંવાર પુછાતા પ્રશ્નો

શું હું એક કરતા વધુ વખત ટેટનસથી સંક્રમિત થઇ શકું છું?-

વ્યક્તિ એક કરતા વધુ વખત ટેટનસથી સંક્રમિત થઇ શકે છે. ટેટનસથી સાજા થવું એ કુદરતી રોગપ્રતિકારક શક્તિ પર આધારિત નથી. જો કોઈ વ્યક્તિ ટેટનસથી સાજો થઈ ગઈ હોય, તો તેને રસી આપવાની સલાહ આપવામાં આવે છે.

ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા લોકોને જાગરૂક કરવા માટેની પહેલ. ડૉ. એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ 400 030, ભારત.

અહીં દર્શાવેલી માહિતી માત્ર સામાન્ય જાગૃતિ માટે છે. આ માહિતીમાં ડોકટોર દ્વારા આપવામાં આવેલ સલાહનો સમાવેશ થતો નથી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રશ્નો, તમારી સ્થિતિને લગતા કોઈપણ પ્રશ્ન અથવા સમસ્યાઓ માટે કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. રસીકરણ માટે દર્શાવેલ રોગોની સૂચિ પૂર્ણ નથી, રસીકરણના સંપૂર્ણ સમયપત્રક માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરનો સંપર્ક કરો. આ માહિતીમાં દર્શાવેલ ડૉક્ટરનો ઉપયોગ માત્ર ઉદાહરણ આપવા માટે કરવામાં આવેલ છે અને તે એક વ્યાવસાયિક મોડેલ છે. રોગ દર્શાવતા આઇકન/ફોટા અને એનિમેશન માત્ર ઉદાહરણ આપવા માટે છે.

તમારા બાળકોના સંરક્ષણમાં સંભવિત ગપસપને સ્થાન આપો

તમારા બાળકમાં રસીકરણ ખૂટે છે કે કેમ તે જોવા માટે વ્યક્તિગત સમયરેખા બનાવો*

હવે ઉપયોગ કરવાનું શરૂ કરો

ડિસ્ક્લેમર:
આ વેબસાઈટ ફક્ત ભારતના રહેવાસીઓ માટે જ છે.
IAP (ઇન્ડિયન એકેડેમી ઑફ પેડિયાટ્રિક્સ) દ્વારા તેમની દિનચર્યા અને કેચ-અપ રસીકરણ દ્વારા રોકી શકાય તેવા રોગોની સૂચિમાં દર્શાવવામાં આવેલા રોગોની સૂચિ અહીં દર્શાવેલ છે. સૂચિમાં દર્શાવેલા ન હોઈ તેવા રોગો પણ બાળકને અસર કરી શકે છે. વધુ માહિતી માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરની સલાહ લો.
ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા લોકોને જાગરૂક કરવા માટેની પહેલ. ડૉ. એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ 400 030, ભારત. અહીં દર્શાવેલી માહિતી માત્ર સામાન્ય જાગૃતિ માટે છે. આ માહિતીમાં ડોકટોર દ્વારા આપવામાં આવેલ સલાહનો સમાવેશ થતો નથી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રશ્નો, તમારી સ્થિતિને લગતા કોઈપણ પ્રશ્ન અથવા સમસ્યાઓ માટે કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. રસીકરણ માટે દર્શાવેલ રોગોની સૂચિ પૂર્ણ નથી, રસીકરણના સંપૂર્ણ સમયપત્રક માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરનો (પીડિયાટ્રિશિયન) સંપર્ક કરો. આ માહિતીમાં દર્શાવેલ ડૉક્ટરનો ઉપયોગ માત્ર ઉદાહરણ આપવા માટે કરવામાં આવેલ છે અને તે એક વ્યાવસાયિક મોડેલ છે. રોગ દર્શાવતા આઇકન/ફોટા અને એનિમેશન માત્ર ઉદાહરણ આપવા માટે છે.
CL કોડ: NP-IN-ABX-WCNT-210003, DoP ડિસેમ્બર 2021

શેર ચાલુ કરો
Share
Vaccination Tracker